ઉપયોગની શરતો

છેલ્લું અપડેટ: ઓક્ટોબર 2026

1. કોણ રજિસ્ટર કરી શકે છે

માત્ર મુસ્લિમ ઘાંચી જમાતના સભ્યો. છોકરીઓ માટે ઓછામાં ઓછી 18, છોકરાઓ માટે 21 વર્ષની ઉંમર જરૂરી છે. એક મોબાઇલ નંબર = એક પ્રોફાઇલ.

2. સાચી માહિતી

તમે જે પણ માહિતી આપશો તે સાચી હશે. નકલી પ્રોફાઇલ, બીજાનો ફોટો, કે ખોટી ઉંમર પર પ્રોફાઇલ તરત સસ્પેન્ડ થશે.

3. ઇજ્જતદાર ઉપયોગ

કોઈને પરેશાન કરવા, પૈસા માગવા, કે ખોટા ઈરાદાથી સંપર્ક કરવો મનાઈ છે. રિપોર્ટ પર 24 કલાકમાં કાર્યવાહીનો લક્ષ્યાંક છે.

4. અમારી જવાબદારીની મર્યાદા

અમે રિશ્તા મેળવવાનું પ્લેટફોર્મ છીએ — વેરિફિકેશન પછી પણ તમારે જાતે ફેમિલીને મળીને નિર્ણય લેવો જોઈએ. ક્યારેય પૈસા ન મોકલો, પહેલા ફેમિલીને મળો.

5. મેમ્બરશિપ

પેઇડ પ્લાન્સ રિફંડ પોલિસી પ્રમાણે હશે. પ્લાનની મર્યાદા (કોન્ટેક્ટ્સ/ઇન્ટરેસ્ટ્સ) દુરુપયોગ પર રોકી શકાય છે.

6. એકાઉન્ટ બંધ કરવું

તમે ગમે ત્યારે તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. નિયમ તોડવા પર અમે એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકીએ છીએ.